Get The App

ગોરવામાં મકાનની ટેરેસ પર જુગાર રમતા સાત ઝડપાયા, રોકડા અને મોબાઇલ કબજે

Updated: Dec 30th, 2021

GS TEAM

Google News
Google News
ગોરવામાં મકાનની ટેરેસ પર જુગાર રમતા સાત ઝડપાયા, રોકડા અને મોબાઇલ કબજે 1 - image

વડોદરા, તા. 30 

વડોદરાના ગોરવા વિસ્તારમાં મકાનની ટેરેસ પર જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે.

ગોરવા ગામ માં મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા પ્રજાપતિ પ્લેટની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રહેવાની વિગતોને પગલે ગઈ મોડી સાંજે ગોરવા પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે (1) પ્રજાપતિ ફ્લેટમાં રહેતા મહેશ અરવિંદભાઈ ઠક્કર (2) સુનિલ ધોન્ડુરામ મોરે (જય અંબે એપાર્ટમેંટ, ગોરવા વર્કશોપ સામે) (૩) મહેન્દ્ર લક્ષ્મણભાઇ સોલંકી (4) જીગ્નેશ ચીમનભાઈ પરમાર (5) ઠાકોર છત્રસિંહ સોલંકી (6) ભગવાનદાસ ચીમનભાઈ સોલંકી અને (7) રાજુ પૂનમ ભાઈ સોલંકી (તમામ રહે.ગોરવા ગામ) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 16 હજાર તેમજ 4 મોબાઇલ કબજે કર્યા હતા.