Gujarat

જામનગરમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
જામનગરમાં દિગજામ વુલન મીલ ફાટકના બ્રિજ નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો અને સાત શખ્સોની અટકાયત કરી લઇ રૂપિયા 1 લાખ 14 હજારની માલ મતા કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સાત શખ્સો એલસીબીના હાથે ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગરમાં દિગજામ વુલન મીલ ફાટકના બ્રિજ નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો અને સાત શખ્સોની અટકાયત કરી લઇ રૂપિયા 1 લાખ 14 હજારની માલ મતા કબજે કરી છે.

 જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે દિગજામ વુલન મીલ ફાટક બ્રિજની નીચે કેટલાક લોકો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે દરોડો પાડી, જાહેરમાં જુગાર રમી રહેલા કોમલ કાનાભાઈ કોળી, હિતેશ જગદીશભાઈ દુલાણી, જાવેદ ગનીભાઈ કાસમાણી, રાજેશ બાબુભાઈ પરમાર, વિજય વિનોદભાઈ ડાભી, ગોપાલ રામજીભાઈ કટારીયા, અને આસિફ ઓસમાણભાઈ રાઉમાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 18,500 ની રોકડ રકમ, બે મોટરસાયકલ, ચાર મોબાઈલ સહિત રૂપિયા 1,14,000 ની માલમતા કબજે કરી છે.