Gujarat

અડાસ ગામે બે સ્થળે જુગાર રમતા સાત શખ્સ પકડાયા

By GS TEAM
28 Feb 20261 min read
અડાસ ગામે બે સ્થળે જુગાર રમતા સાત શખ્સ પકડાયા

- જુગારધારા હેઠળ ફરિયાદો દાખલ કરાઇ 

- રોકડ રોકમ, જુગારનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો 

આણંદ : આણંદ તાલુકાના અડાસ ગામની દેદા તલાવડી નજીક તેમજ પાણીની ટાંકી નજીક વાસદ પોલીસે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમી રહેલા કુલ સાત શખ્સોને ઝડપી પાડયા હતા. 

વાસદ પોલીસને અડાસ ગામની દેદા તલાવડી નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે છાપો મારતા મહેમુદભાઈ ગેમલસિંગ પરમાર, ઈરફાનભાઇ જશભાઈ પરમાર (બંને રહે અડાસ) અને મોહસીન છત્રસિંહ રાઠોડ (રહે નાપાડ વાંટા)ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી તેમજ ઝડપાયેલા  શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૧૫૯૦ કબજે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 અડાસ ગામની પાણીની ટાંકી નજીક પણ કેટલાક શખ્સો એકત્ર થઈ પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે છાપો મારીને ધર્મેન્દ્રકુમાર સુરેશભાઈ મકવાણા, દીપકભાઈ પરસોત્તમભાઈ, દર્પણ જનુભાઈ ભોઈ, અને હિતેશ જેસંગભાઈ પરમાર (તમામ રહે અડાસ)ને ઝડપી પાડયા હતા પોલીસે તેઓની અંગજડથીમાંથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૧૬,૬૧૦ નો મુદ્દામાલ કબજે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.