Get The App

જામનગરમાં સનસીટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત સ્ત્રી-પુરુષો પકડાયા : એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં સનસીટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત સ્ત્રી-પુરુષો પકડાયા : એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો 1 - image


Jamnagar Gambling Crime: જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત સ્ત્રી-પુરુષોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે એક શખ્સ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

 જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે સનસીટી શેરી નંબર પાંચમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો.

 ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી રેશમાબેન ઝુલ્ફીકારઅલી શેખ, ખમ્માબા પ્રભાતસિંહ જાડેજા, રસીલાબેન હરેશભાઈ સાવલિયા, સલીમ અલીમહંમદ ઘાણીવાલા, શબ્બીર અહેમદભાઈ વાઘેલા, ભાવેશ કેશવજીભાઈ કામદાર, તેમજ મુસ્તુફા મોહસીનભાઈ વોરાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 6,590 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 પોલીસના દરોડા દરમિયાન ઝુલ્ફીકાર કુતુબઅલી શેખ પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે જેને પોલીસ શોધી રહી છે.

Tags :