જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતાં સાત સ્ત્રી-પુરુષો પકડાયા
Jamnagar Gambling Raid : જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પડ્યો હતો. જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં સાત સ્ત્રી પુરુષો ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે ગીતાબા નરેન્દ્રસિંહ જાડેજા, નંદુબેન કાનાભાઈ ભાટીયા, ક્રિષ્નાબા અજીતસિંહ જાડેજા, અજાiબેન જગાભાઈ ડાંગર, જાનાબેન કરસનભાઈ ભાટીયા, કાનાભાઈ હાજાભાઇ ભાટિયા, અને હરપાલસિંહ અજીતસિંહ જાડેજાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 28,550 ની માલમતા કબજે કરી છે.