Gujarat

VIDEO | અમદાવાદ: 7 દિવસથી 'ડિજિટલ અરેસ્ટ' વૃદ્ધ દંપતીના 1.43 કરોડ બચ્યા, ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાથી ભેદ ખૂલ્યો

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનને નિશાન બનાવતી સાયબર માફિયાઓની ગેંગ વધુ એક વખત સક્રિય થઈ છે, પરંતુ આ વખતે એક જાગૃત નાગરિક અને સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી છેતરપિંડી અટકી ગઈ છે. EDના નામે ધમકાવીને છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરાયેલા એક વૃદ્ધ દંપતીના 1.43 કરોડ રૂપિયા સાયબર પોલીસે ડૂબતા બચાવ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને એવા સંપન્ન વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેમના બાળકો વિદેશમાં સ્થાયી થયા હોય અને તેઓ અહીં એકલા રહેતા હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમદાવાદ: 7 દિવસથી 'ડિજિટલ અરેસ્ટ' વૃદ્ધ દંપતીના 1.43 કરોડ બચ્યા, ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાથી ભેદ ખૂલ્યો
AI Image

Digital Arrest Case : અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનને નિશાન બનાવતી સાયબર માફિયાઓની ગેંગ સતત સક્રિય છે, પરંતુ આ વખતે એક જાગૃત નાગરિક અને સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી છેતરપિંડી અટકી ગઈ છે. ઈડીના નામે ધમકાવીને છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરાયેલા એક વૃદ્ધ દંપતીના 1.43 કરોડ રૂપિયા સાયબર પોલીસે ડૂબતા બચાવ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને એવા સંપન્ન વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેમના બાળકો વિદેશમાં સ્થાયી થયા હોય અને તેઓ અહીં એકલા રહેતા હોય.

સાત દિવસથી 'ડિજિટલ અરેસ્ટ' થયેલા વૃદ્ધ દંપતીના રૂ.1.43 કરોડ બચાવ્યા

આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સિનિયર સિટીઝન તેમના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પલક દોશી પાસે અંદાજે 93 લાખની રકમ તાત્કાલિક ઉપાડવા માટે પહોંચ્યા હતા. વૃદ્ધે આ રકમ વિદેશ મોકલવાના બહાને ઈમરજન્સીમાં ઉપાડવા માટે જણાવ્યું હતું. જોકે, વાતચીત દરમિયાન પલકને વૃદ્ધની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી 18.7 લાખ પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવી કરી ઠગાઈ

તેઓ ખૂબ જ ગભરાયેલા હતા અને પૈસાની જરૂરિયાત અંગે પૂછતા કોઈ સ્પષ્ટ જવાબ આપતા નહોતા. કોઈ મેડિકલ ઈમરજન્સી ન હોવા છતાં આટલી મોટી રકમ ઉપાડવાની ઉતાવળ જોઈને પલક દોશી વધુ પ્રક્રિયા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

મોબાઈલમાં EDના લોગોવાળી એક ઈમેજ દેખાતા શંકા જાગી

વૃદ્ધના ઘરે પહોંચતા જ પલકની નજર તેમના મોબાઈલ પર પડી, જેમાં EDના લોગોવાળી એક ઈમેજ દેખાઈ હતી. આ જોતા જ તેમને ખાતરી થઈ ગઈ કે વૃદ્ધ 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર બન્યા છે. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે વૃદ્ધ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ FD તોડાવવા બેંક પહોંચી ગયા હતા. પોલીસે સમય બગાડ્યા વિના બેંક પહોંચીને નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકાવી હતી.

પોલીસના સમજાવટ અને કાઉન્સિલિંગ બાદ દંપતીએ સત્ય જણાવ્યું

શરૂઆતમાં આ વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટ થયા હોવાની વાત સ્વીકારવા તૈયાર નહોતું, પરંતુ પોલીસના સમજાવટ અને કાઉન્સિલિંગ બાદ તેમણે સત્ય જણાવ્યું હતું. સાયબર ઠગોએ તેમને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં તેમનું આધારકાર્ડ સંડોવાયેલું હોવાની અને મની લોન્ડરિંગના ખોટા કેસની ધમકી આપી છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ

ઠગો તેમને માત્ર બેંક અને મ્યુચ્યુઅલ ફંડની રકમ એકત્ર કરવા માટે જ હલનચલન કરવાની છૂટ આપતા હતા. જેના બાળકો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સ્થાયી થયા છે તેવા આ દંપતીની મહેનતની કમાણી સાયબર પોલીસની સતર્કતાને કારણે સુરક્ષિત રહી છે.