ભાલેજ ગામેથી કતલ કરવાના ઇરાદે લવાતા સાત પશુઓ બચાવાયા
- 3 શખ્સોની ધરપકડ, એક ફરાર
- પશુઓ, વાહન, તાડપત્રી, મોબાઇલ સહિત રૂપિયા 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી અને ભાલેજ- આણંદ ચોકડી પરથી પશુઓ ભરેલું પીક અપ ડાલુ પસાર થવાનું હોવાના આધારે વોચ ગોઠવી હતી.
બાતમીવાળુ ડાલુ આવતા ઉભુ રખાવીને તપાસ કરતા પાંચ પાડા અને ત્રણ ભેંસ ખીચોખીચ ભરી હતી અને વાહનમાં ઘાસચારો કે પાણી, માટી હવાની વ્યવસ્થાન ન હતી અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નહીં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતા પીકઅપ ડાલાના ચાલક જાકીરમહંમદ ગુલમહંમદ લીલઘર તથા તેની સાથે બેઠેલ સોહેલ બીસ્મીલ્લાખાન શેખ ( બંને રહે. અમદાવાદ ) પકડી પાડયા હતા. બંને સામે ગુનો દાખલ કર્યો હતો. પશુઓ વેચનાર આરોપી કાલુ અલ્લારખા કુરેશી( રહે. ભાલેજ કુરેશી મહોલ્લા, તા. ઉમેરેઠ)ને ઝડપી પાડયા હતા.
જયારે રૂકનુદ્દીન મહંમદયુસુફ કુરેશી (રહે.મીર્ઝાપુર વિસ્તાર, અમદાવાદ)ને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
આ ઉપરાંત પશુઓ, વાહન, તાડપત્રી, મોબાઇલ ફોન સહિત ૪.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.