ઉમરગામની કંપનીમાં કામ કરતી મહિલા સહિત સાત બાંગ્લાદેશી પકડાયા, મોબાઈલમાંથી મળ્યા પુરાવા
Valsad News: વલસાડ જિલ્લા ઉમરગામની કંપનીમાં કામ કરતી મહિલા સહિત સાત બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા હતા. મોબાઇલમાં તપાસ કરતા બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા હતા. આગામી દિવસોમાં તમામને પરત બાંગ્લાદેશ મોકલી દેવાશે.
આતકવાદી હુમલા બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા સર્ચ અભિયાન છેલલા ત્રણ દિવસથી શરૂ કર્યું હતું. ઉમરગામ પોલીસેની ટીમે કંપની, દુકાનો, ચાલી સહિતના સ્થળોએ હાથ ધરેલા ચેકિંગ દરમિયાન ગારમેન્ટ કંપનીમાં કામ કરતી એક મહિલા સહિત સાત શખસોની શંકાના આધારે પૂછપરછ કરી હતી. જે દરમિયાન મોબમાં તપાસ કરતા મહિલા સહિત તમામ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા હતા. પોલીસે તમામને પકડી પાડી પૂછપરછ આદરી છે. તમામ શખ્સો બાંગ્લાદેશી નેપાળ બોર્ડર થઇ પં.બંગાળમાં પ્રવેશી ઉમરગામ પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તમામની ઝીણવટભરી પૂછપરછ કર્યા બાદ આગામી દિવસોમાં તેઓને બાંગ્લાદેશ પરત મોકલી આપવામાં આવશે. તમામ લોકોએ ભારતમાં રહેવા બોગસ દસ્તાવેજ મેળવ્યા કે કેમ ? કોણે મદદ કરી તે સહિતના મુદ્દે પોલીસે કવાયત આદરી છે.
બીજી તરફ વાપી વિભાગના કપરાડા, ઘરમપુર, પારડી, વાપી,ઉમરગામ તાલુકામાં ગેરકાયદેસર ઘૂષણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓને પકડવા કોમ્બિંગ અને સર્ચ શરૂ કર્યું હતું. પોલીસે આ અભિયાન યથાવત્ રાખી ઠેરઠેર હાથ ધરેલા ચેકિંગ દરમિયાન વધુ 400થી વધુ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. તમામ શખ્સોને દસ્તાવેજ ચેક કરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
કોણ કોણ પકડાયું?
- મોહમદ સુમાનઉદ્દીન ઉર્ફે સુમોન તજીબરમુલ્લા (ઉ.વ.35)
- હિલાલ સોફીકુલ ખાન, (ઉ.વ.31)
- મસુદ અબ્દુલ રહીમ રાના (ઉ.વ.25)
- મોસરફ સફીકુલ કોદરઅલી ઇસ્લમ (ઉ.વ.24)
- સાઈમ ઈલીયાસ નૂરલઇસ્લામ હસ્ન (ઉ.વ.20)
- માસુદખાન બુલબુલ રજબઅલી ખાન (ઉ.વ.35)
- રાનીબેગમ હાકીમઅલી અબ્દુલગની મિરદા (ઉ.વ.33) (તમામ હાલ રહે ઉમરગામ)
એક આરોપી સામે મુંબઇમાં પણ ગુનો નોંધાયો હતો
વલસાડ જિલ્લા પોલીસે ઉમરગામથી સાત બાંગ્લાદેશી ઓને પકડી પાડ્યા બાદ સઘન પણ કરી છે. જેમાં એક આરોપી હિલાલ સોફીકુલ ખાન સામે મહારાષ્ટ્રના ઠાણે શહેરના શાંતીનગર પોલીસ મથકમાં વર્ષ 2021માં વિદેશી વ્યકિત અધિનિયમની કલમ 3,14 મુજબ તથા પાસપોર્ટ અધિનિયમની કલમ 12 મુજબ તથા પરિપત્ર (ભારત પ્રવેશ) અધિનિયમની કલમ 6 મુજબ ગુનો નોંધાયો હતો. ગેરકાયદેસર ભારતમાં ઘૂષણખોરી કરાઇ હોવાનું બહાર આવ્યા બાદ આરોપીનું ડિર્પોટેશન થયું ન હતું. બાદમાં આરોપી મહારાષ્ટ્રથી ઉમરગામમાં છેલ્લા બે વર્ષથી રહેતો હતો.