સાથ ગ્રામીણ ટ્રસ્ટ દ્વારા બાપુનગરમાં મુસ્કાન સેન્ટરનો પ્રારંભ કરાયો
લો ઇન્કમ ગુ્રપની વર્કિગ મહિલાના ત્રણ વર્ષ સુધીના બાળકોને મુસ્કાન સેન્ટરમાં સાચવવામાં આવશે
મુસ્કાન સેન્ટરમાં બાળકોને હેલ્થચેકઅપ, આરોગ્યપ્રદ ખોરાક, વિવિધ અક્ટીવીટી અને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે પ્રકારની કામગીરી થશે
અમદાવાદ,સોમવાર
સાથ ગ્રામીણ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર બાપુનગર તેમના મુસ્કાન સેન્ટરનો
પ્રારંભ કરાયો છે. જેમાં ઓછી આવક ધરાવતી કામ કરતી મહિલાઓ તેમના ત્રણ વર્ષ સુધીના બાળકોને
મુસ્કાન સેન્ટરમાં સાચવવા મુકીને નોકરી પર જઇ શકશે. આગામી દિવસોમાં સંસ્થા દ્વારા વધુ મુસ્કાન સેન્ટર
શરૂ કરાશે.
સાથ ગ્રામીણ ટ્સ્ટના અનુરાધા સિંગે જણાવ્યું કે બાળકો અને મહિલાઓ
માટેની કામગીરી અનુસંધાનમાં બાપુનગર ગરીબનગર ખાતે મુસ્કાન સેન્ટરની શરૂઆત કરવામાં આવી
છે. જેમાં ઓછી આવક ધરાવતી મહિલાઓ નોકરી કરી શકે તે માટે તેમના ત્રણ વર્ષ સુધીની ઉમરના
બાળકોને મુસ્કાન સેન્ટરમાં સુરક્ષા સાથે સંભાળનું વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં
આવી છે.
જેનું ઉદ્દઘાટન બાપુનગર વોર્ડના કોર્પોરેટર સરોજબેન સોંલકી દ્વારા કરાયુ છે. ઉલ્લેખનીય છે કે બાપુનગર અને નરોડા સહિતના વિસ્તારમાં મોટાપ્રમાણમાં મજુરો રહે છે. જે તેમના સંતાનોની કાળજી યાગ્ય રીતે નથી લઇ શકતા. ત્યારે સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વિગતો સામે આવી હતી કે ૪૯ ટકા મહિલાઓ બાળકોના જન્મ બાદ નોકરી છોડવા મજબુર બને છે.
કારણ કે બાળકની કાળજી લેવામાં સમય આપવો પડે છે. ૬૩ ટકા માતાની દીકરીઓ નિયમિત રીતે શાળાએ જઇ નથી શકતી. ૬ ટકા બાળકીઓ કાયમ માટે શાળાને છોડે છે. જેથી મુસ્કાન સેન્ટરમાં બાળકોને સાચવવામાં આવતા મહિલાઓ નોકરી કરી શકશે. જેમાં બાળકોને હેલ્થચેકઅપ, આરોગ્યપ્રદ ખોરાક, વિવિધ અક્ટીવીટી અને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે પ્રકારની કામગીરી થશે.