પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ , ગોમતીપુરમાં કચરામાં ગયેલુ સોનાની બુટ્ટી સાથેનુ પર્સ માલિકને પરત કરાયું
ગજાનંદની ચાલીમા રહેતા રહીશનુ કચરામાં ગયેલા પાકીટમાં રુપિયા પણ હતા
અમદાવાદ,શુક્રવાર,1 ઓગસ્ટ,2025
અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં કોર્પોરેશનના ડોર ટુ ડોર વેસ્ટ
કલેકશન સ્ટાફ દ્વારા પ્રમાણિકતાનુ ઉદાહરણ
પુરુ પાડવામાં આવ્યુ હતુ.ગજાનંદની ચાલીમા રહેતા ભાવના બહેન ચૌધરીનુ સોનાની બુટ્ટી,ચુની અને રુપિયા
પાંચસો સાથેનુ ભુલથી કચરામા ગયેલુ પર્સ કચરામાંથી શોધીને પરત કર્યુ હતુ.
ગજાનંદની ચાલીમા રહેતા ભાવના બહેન સંજયભાઈ ચૌધરી તેમના ઘરનો
કચરો ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની ગાડીમાં નાંખવા ગયા એ સમયે તેમના ઘરના કચરાની સાથે
શરતચૂકથી પર્સ કચરા ભેગુ જતુ રહયુ હોવાની વોર્ડ ઓફિસમાં રજુઆત કરી હતી.વોર્ડના
પબ્લિક હેલ્થ સુપરવાઈઝર દ્વારા તાત્કાલિક તપાસ કરાતા એ રુટ ઉપરના ડોર ટુ ડોર વેસ્ટ
કલેકશન કરતા વાહનની તપાસ કરાઈ હતી.જેમાં
ભરેલા કચરામાંથી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનના સ્ટાફ દ્વારા તેમને પરત કરવામા આવતા મુળ માલિકે હાંશકારો અનુભવ્યો હતો.