ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી
ભરણપોષણ તે સામાજિક , નૈતિક તથા કાયદાકીય દ્રષ્ટિએ પતિની ફરજ બને છે : કોર્ટ
ઘરેલુ હિંસાના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી ટ્રાયલ કોર્ટના હુકમને વ્યાજબી અને ન્યાયી ઠરાવ્યો હતો.
એડિ.જ્યુડિ. મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં પરણીતાની અરજ ગ્રાહ્ય રાખી પતિને દર મહિને ભરણ પોષણ પેટે રૂ.10 હજાર ચૂકવવાના હુકમ સામે પતિ હિતેશ અંબાલાલ મકવાણા (રહે- અમદાવાદ)એ ચુકાદાને પડકારતી અપીલ ગુજારતા ૮માં એડિ. સેશન્સ મેજિસ્ટ્રેટ ડી.કે.સોનીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, "હેલ્ધી બોડી"ના સિદ્ધાંત પ્રમાણે જો કોઈ એક માણસ સશક્ત હોય , કોઈપણ પ્રકારની ખોડ - ખાં પણ ન હોય તો મજૂરી કરીને ઓછામાં ઓછી રકમ રૂ.800થી રૂ.1 હજાર કમાઈ શકે છે. 30 દિવસના ઓછામાં ઓછા કુલ રૂ.30 હજાર કમાઈ શકે છે. વધુમાં તારણ આપેલ છે કે, રકમ એટલી વધુ પણ ન હોવી જોઈએ કે, જેથી પક્ષકારો એકબીજાથી અલગ રહેવા માટે પ્રેરાય અને સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટી પડે તેમજ એટલી ઓછી પણ ન હોવી જોઈએ કે, અરજદારને ભૂખે મરવાનો વારો આવે.