- પુલની બાજુમાં નવા બ્રિજનું 22 ટકા કામગીરી પૂર્ણ
- ક્ષતિગ્રસ્ત પૂલ પર સ્ટીલ બ્રિજ અને સમારકામ હાથ ધરી ગંભીરા પુલ શરૂ કરવામાં આવશે
આણંદ : આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા ગંભીર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના પગલે પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ગંભીરા બ્રિજ પર રાહદારો અને દ્વિચકી વાહનો માટે શરૂ કરાયો છે.જેના કારણે દક્ષિણ ગુજરાતના રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત થઇ છે.
જુલાઇ-૨૦૨૫માં વડોદરા જિલ્લાના મહી નદી પર આવેલા ગંભીરા પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેથી આણંદ અને વડોદરા જિલ્લાના લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ હતી. જેના કારણે સમય અને નાણાનો વ્યય થતો હતો. આ મામલે પુલનું સમારકામ કરવા માટે લોકોએ રજૂઆતો કરી હતી.
ગંભીરા પુલના બાજુમાં નવો પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન યુદ્વના ધોરણે શરૂ કરી હતી અને આ નવા પુલની ૨૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
નવા પુલના નિર્માણના સમયગાળા દરમિયાન પાદરા અને બોરસદ તાલુકાના ઔધોગિક એકમો ખાતે રોજગારી માટે અવરજવર કરતા લોકોને ડાયવર્ઝનના કારણે મુશ્કેલી પડતી હતી. જેને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું નિરીક્ષણ કર્યું હતું અને પુલનું પરીક્ષણ હાથ ધરીને સ્ટીલ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર ફરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં તા. ૧૮.૧૧.૨૦૫ના રોજ ૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પૂલ પર નવો સ્ટીલ બ્રિજ અને પુલના ગાળોમાં સમારકામ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલી કામગીરી તાકીદના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે.


