Get The App

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત 1 - image


Bhavnagar News : ગુજરાતમાં વધુ એક અકસ્માતના બનાવની ઘટના સામે છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી.

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત 2 - image

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માતમાં 3ના મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે રવિવારે (25 મે, 2025) બે કાર વચ્ચે ગંભીર અકસ્માતના બનાવને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી.

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત 3 - image

આ પણ વાંચો: જામનગરના ચકચારી લુટેરી દુલ્હનના પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાઓની અટકાયત: 30,000ની રોકડ કબજે

તમને જણાવી દઈએ કે, અગાઉ 12 મેના રોજ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર વાગતા અમદાવાદના 3 સગા ભાઈ સહિત 5 વ્યક્તિના મોત નીપજ્યા હતા.

Tags :