Get The App

મોડાસા- હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત

અકસ્માતની ઘટનામાં એક બાળકની હાલત ગંભીર

Updated: Feb 22nd, 2023

GS TEAM


Google News
Google News
મોડાસા- હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત 1 - image
Image : Pixabay

અમદાવાદ, 22 ફેબ્રુઆરી 2023, બુધવાર

અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા

રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર આવેલા રસુલપુર નજીક આ અકસ્માતની ઘટના બની હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સિલ્વર કલરની હતી. 

અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી

મોડાસા-હિંમતનગર હાઈવે પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના મોત થયા છે જ્યારે એક બાળકની હાલત ગંભીર છે ત્યારે આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઘટનામાં અકસ્માત થયો હતો તે કાર કોઈ પ્રસંગમાથી આવી રહી હોય તેવુ મનવામાં આવી રહ્યું છે.

Tags :