ગેમઝોન, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કથી લોકમેળાની SOPઅલગ કરો
મેળામાં મોટી રાઇડની મંજૂરી માટે હવે ગાંધીનગરમાં ધા : રાજ્યમાં શ્રાવણ-ભાદરવામાં યોજાતા 270થી વધુ ટેમ્પરરી લોકમેળા : યાંત્રિક રાઇડ સાથે જોડાયેલી હજારો લોકોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન
રાજકોટ, : શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં ધાર્મિક મેળાની સાથે કામ ચલાઉ ધોરણે યોજાતા લોકમેળાને ગેમઝોન, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેની એસઓપીથી અલગ કરવાની ડીમાન્ડ મેળા ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય મંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્યમાં જુદા-જુદ જિલ્લામાં શ્રાવણ-ભાદરવા માસ દરમિયાન 270થી વધુ લોકમેળા યોજાતા હોવાથી મોટી યાંત્રિક રાઇડને સલામતીના ધાારા-ધોરણો સાચવી મંજુરી આપવાની માંગ દોહરાવવામાં આવી હતી.
ગુજરાતમાં શ્રાવણ મહિના પૂર્વે રાજકોટ સહિત અનેક શહેરોમાં મોટી રાઇડ જેમ કે ટોરાટોરા, બ્રેક ડાન્સ, નાવડી, રેન્જર, એરોપ્લેન, સુનામી, સલામ્બો જેવી મોટી રાઇડ માટે ફરજિયાત ફાઉન્ડેશન, પાકા બિલ અને રાજ્ય સરકારની એસઓપીના પાલનના મુદ્ે જે વિવાદ સર્જાયો છે તે મુદ્ે મેલા ઓર્ગેનાઇઝર મેળામાં અકસ્માત ન સર્જાય. લોકોની સલામતી જળવાય તે અમારી જવાબદારી છે પરંતુ મોટા ભાગની મોટી રાઇડ એસેમ્બલ હોવાથી તેના પાકા બિલ મળી શકે નહીં તેની સલામતીની ચકાસણી કરી ફિટનેસ પ્રમાણપત્રના આધારે મંજૂરી મળવી જોઇએ એ જ રીતે મેળા ત્રણથી પાંચ દિવસ માટે હોવાથી પાકુ ફાઉન્ડેશનને બદલે લોખંડના મજબૂત ફાઉન્ડેશન બાંધવાની મંજૂરી આપવી જોઇએ. આ મોટી રાઇડને મંજૂરી નહીં મળતા અનેક જિલ્લામાં મેળાના આયોજકો મુંઝવણમાં મુકાયા છે. રાજ્ય સરકારે ગેમઝોન, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્કથી ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાની અલગ એસઓપી બનાવી મોટી રાઇડને મંજૂરી આપવી જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી છે.