ઉમરેઠ શાખાના સિનિયર મેનેજરે રૂ. 11.30 લાખની ઉચાપત કરી

- ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના
- પશુઓ ખરીદવા ખોટા દસ્તાવેજો બનાવીને 1.50 લાખની સબસિડી ચાઉં કરી, આરોપી સામે ફરિયાદ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ પ્રહલાદભાઇ ઠક્કર( ઉ.વ. ૫૬. રહે.૬ તિરૂપતિ સોસાયટી, કિશન સમોસાના ખાંચો, વાણીવાડા, નડિયાદ)એ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પૂર્વ મેનેજર કમલેશ મનુ પુરોહિત (રહે. ચિત્રકુટ રેસીડેન્સી, આણંદ-લાંભવેલ રોડ, આણંદ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, તા. ૧.૧.૨૦૧૬થી ૧.૧. ૨૦૨૫ દરમિયાન આરોપી કમલેશ મનુભાઇ પુરોહિત ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ઉમરેઠ શાળાના સિનિયર મેનેજર તરીકે ફરજ દરમિયાન પૂર્વ આયોજીત કાવતરૂ રચી અરવિંદ ઠાકોરને આપેલો ચેકનો દૂર ઉપયોગ કરીને શીલાયાપુરા દૂધ મંડળીના દૂધ બોનસના ૧૧.૩૦ લાખ મેળવી પોતાના અંગત કામમાં વાપરી કાયમી ઉચાપત કરી હતી અને દૂધના બોનસના નાણા નહીં મળતા સભાસદો દ્વારા મંડળીમાં દૂધ નહીં ભરતા મંડળી સામે આર્થિક સંકટ ઉભુ કરી અને બેંકે ધિરેલા નાણાને નુકસાન પહોંચાડી અને પોતાના આર્થિક લાભ મેળવવા માટે બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.
અને પોતે દૂધાળ ઢોર ખરીદવા માટે બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી તેનોે ખરા તરીકે ઉપયોગ કરી નડિયાદ શાળામાંથી ૬ લાખનું ધિરાણ મેળવી ઢોર ખરીદ્યા ન હતા. ઢોર ખરીદવા બાબતે ખોટા નામે પાવતીઓ બનાવી, સરકારની ઢોરની સબસિડી ૧.૫૦ લાખ મેળવી લીધી હતી અને ફરજ દરમિયાન વગ લાયસન્સે નાણા ધિરધાર કરવાનો ધંધો કરીને અરવિંદભાઇને ૯ લાખ વ્યાજ આપ્યા હતા. જે ગેરરીતિને લઇ પોલીસે માજી મેનેજર કમલેશ પુરોહિત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.