Gujarat

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ

By GS TEAM
22 Mar 20261 min read
સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ

વડોદરા,માંજલપુરમાં બંધ મકાનમાં રાખેલો ગેસ બોટલ લીકેજ થવાના કારણે પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. જેના  કારણે ઘાયલ થયેલા વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માંજલપુર અલવાનાકા જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા શંકરભાઇ લાલાભાઇ  પટેલ ( ઉં.વ.૬૩) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શંકરભાઈ શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત આવ્યા હતા. તેમણે  ઘરનો દરવાજો ખોલીને  લાઈટની સ્વિચ  ઓન કરતા જ ધડાકો થયો હતો. ઘરવખરી સામાન અસ્ત વ્યસ્ત થઇને  સળગી ગયો હો. તેમજ  દરવાજા તથા બારીના કાચ પણ તૂટી ગયા હતા. ધડાકાના પગલે પાડોશીઓ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.શંકરભાઈને બંને હાથ, ખભા  અને કમરના ભાગે ઇજા થઇ હતી. તેઓને  સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ખસેડયાં હતા. પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, ગેસનો બોટલ લીકેજ થવાના કારણે આ ઘટના થઇ છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.