ઇન્વેસ્ટમેન્ટ માટે સર્ચ કરતા જ સિનિયર સિટીઝન ફસાયા, 1.78 કરોડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે એક પછી એક ઠગાઈના કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે માંજલપુરના એક સિનિયર સિટી અને માત્ર ચાર મહિનાના ગાળામાં રૂ.1.78 કરોડ ગુમાવ્યા હોવાનો બનાવ બન્યો છે.
માંજલપુરના તુલસીધામ ખાતે રહેતા અને નિવૃત્ત જીવનગાળતા જગન્નાથે પોલીસને કહ્યું છે કે, ગઈતા 10 મી માર્કેટ હું મારા લેપટોપ ઉપર ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગૂગલ પર સર્ચ કરતો હતો ત્યારે એક નંબર મળ્યો હતો જેના વોટ્સએપ ઉપર ચેટ કરતા રિદ્ધિ શાહ નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. તેણે બ્લિન્ક ફાઇનાન્સના કસ્ટમર કેરમાંથી વાત કરું છું તેમ કહી ગૂગલ સર્ચમાંથી નંબર મળ્યો છે તેમ કહ્યું હતું.
ત્યારબાદ તેણે મને એક વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યો હતો. જેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે એડ મૂકવામાં આવતી હતી અને કયા શહેર રહેવા તેને ટીપ વધુ નફો મેળવવાના મેસેજ આવતા હતા. મેં રિદ્ધિ શાહનો સંપર્ક કરતા તેણે કહ્યું હતું કે અમારી કંપનીના એકાઉન્ટ મેનેજર તમારો સંપર્ક કરશે.
ત્યારબાદ નિનાદ કદમ નામના મેનેજરે મને ફોન કરી તમારું પ્રીમિયમ એકાઉન્ટ ખોલવાનું છે તેમ કહ્યું હતું અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કર્યું હતું. નિનાદે કહ્યું હતું કે અમારી કંપની સેબીમાં રજીસ્ટર થયેલી છે. તમારે રજીસ્ટર કરેલા ડિમેટ એકાઉન્ટમાં જ ખરીદી કરવાની છે. અમારે 10-20 ટકા કમિશન લેવાનું છે.
ઇન્વેસ્ટરે કહ્યું છે કે, ત્યારબાદ મેં 1.78 કરોડ જેટલી રકમ ઇન્વેસ્ટ કરી હતી. જેની સામે મને 9.30 કરોડનું બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડી શકાતી ન હતી અને મારી પાસે વધુ ને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ હતી. જેથી મને શંકા જતા સાયબર સેલ ને ફરિયાદ કરી હતી.








