સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ
મહિલાએ અભયમને બોલાવી કહ્યું,મારા નામની પાછળ પતિના નામના ડોક્યુમેન્ટ ક્યારે બનશે
વડોદરાઃ શહેરમાં થોડા સમય પહેલાં જ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ખટરાગ થતાં મહિલાએ અભયમની મદદ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,સિનિયર સિટિઝન મહિલા અને પુરૃષ સોશ્યલ મીડિયા પર એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.તેમણે વાતચીત પણ કરવા માંડી હતી અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.ત્યારબાદ ચાર મહિના પહેલાં જ બંનેએ લગ્ન કર્યા હતા.પત્ની બાળક ધરાવે છે.પરંતુ પતિને કોઇ સંતાન નથી.
લગ્ન બાદ પત્નીએ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ,ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં પતિનું નામ પાછળ લખાય તે માટે પ્રોસિજર કરવા માટે પતિની મદદ માંગી હતી.પરંતુ પતિ મચક આપતા નહતા.અભયમે પતિનું કાઉન્સેલિંગ કરતાં તેમણે કહ્યું હતું કે,આ ડોક્યુમેન્ટ માટે ફી વધારે છે.જેથી હું તપાસ કરીને નામ ચેન્જના ડોક્યુમેન્ટ બનાવવામાં મદદરૃપ થઇશ.