Get The App

જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો 1 - image

Jamnagar : જામનગરના બેડી રસુલ નગર વિસ્તારમાં ગત તા.11.09.2025ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્રારા સાગરખેડુતની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

દરીયાઇ વિસ્તારમાં મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ અને કૈફી પદાર્થોની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થો, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરાયા હતા, તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી.

 ગામના સરપંચ ઉમરભાઈ, ઉપ-સરપંચ સુલતાનભાઈ, બેડ ગામનાં સરપંચ મુળાભાઈ તથા વડીલ દાઉદભાઈ, જાકુબભાઈ, મરીન ગૃપ લીડર અને પો.ઇન્સ. ડી.આર.યાદવ, પો.સ.ઇ. જી.એમ.બોપલીયા, પો.સ.ઇ. ડી.એચ.જાડેજા તથા મરીન કમાન્ડો તથા ફીશરીઝ વિભાગ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.