Gujarat

જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો

By GS TEAM
13 Sep 20251 min read
TukuTouch Logo
જામનગરના બેડી રસુલ નગર વિસ્તારમાં ગત તા.11.09.2025ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્રારા સાગરખેડુતની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો

Jamnagar : જામનગરના બેડી રસુલ નગર વિસ્તારમાં ગત તા.11.09.2025ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્રારા સાગરખેડુતની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

દરીયાઇ વિસ્તારમાં મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ અને કૈફી પદાર્થોની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થો, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરાયા હતા, તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી.

 ગામના સરપંચ ઉમરભાઈ, ઉપ-સરપંચ સુલતાનભાઈ, બેડ ગામનાં સરપંચ મુળાભાઈ તથા વડીલ દાઉદભાઈ, જાકુબભાઈ, મરીન ગૃપ લીડર અને પો.ઇન્સ. ડી.આર.યાદવ, પો.સ.ઇ. જી.એમ.બોપલીયા, પો.સ.ઇ. ડી.એચ.જાડેજા તથા મરીન કમાન્ડો તથા ફીશરીઝ વિભાગ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.