સ્વ.જે.વાય.લેલે અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી સેમિફાઈનલ મુકાબલો
દેશની ૧૦ ટીમોએ ભાગ લીધો,તા.૧૪થી ૧૬ ફાઈનલ મેચો રમાશે

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સ્વ.જે.વાય. લેલે અંડર – ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે આવતીકાલથી સેમી ફાઈનલ અને ફાઈનલની મેચો રમાશે.
બીસીસીઆઈ અને બીસીએના સેક્રેટરી સ્વ.જે. વાય. લેલેની યાદમાં તા. ૨૪ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર દરમ્યાન આયોજિત ઓલ ઇન્ડિયા અંડર – ૧૬ જે.વાય.લેલે ટુર્નામેન્ટમાં દેશભરમાંથી વિવિધ રાજ્યોની ૧૦ ટીમોએ ભાગ લીધો છે. જેમાં મુંબઈ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ અને બરોડા એ તથા બી ટીમનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની લીગની ૨૦ મેચોમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈના આયુષ શિંદેનો ૨૩ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૨૩૭ બોલમાં ૧૯૩૨ન સાથે સવૉચ્ચ સ્કોર રહ્યો છે. તમિલનાડુના આર્ય ગણેશએ ૪ મેચમાં ૨૪૬ રન ફટકારી સૌથી વધુ રન બનાવ્યા છે. તમિલનાડુના બોલર અભિષેકે અત્યાર સુધીમાં ૧૮ વિકેટ ઝડપી છે. હવે આવતીકાલે તા. ૧૧ તથા ૧૨ના રોજસેમિફાઈનલમાં એસજીએસએ ગ્રાઉન્ડ ખાતે બરોડા એ અને બી તથા વીસીએ ગ્રાઉન્ડ ખાતે વિદર્ભ અને મુંબઈની ટીમો વચ્ચે ટક્કર થશે. તા.૧૪ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન ઈન્ફિપ્રો છાણી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસના ફોર્મેટમાં ફાઈનલની મેચ યોજાશે.