સેમી ડાયરેકટ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર
- ત્રણ ના.મામલતદારોની મામલતદાર તરીકે પસંદગીઃ મેરિટમાં મયુર પ્રજાપતિ ત્રીજા ક્રમે, મૃણાલ ઇસરાની આઠમાં ક્રમે ઉર્તીણ
સુરત
ગુજરાત
જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ સેમી ડાયરેકટ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાનું
પરિણામ જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાના ત્રણ નાયબ મામલતદારોની મામલતદાર તરીકે
પસંદગી થઇ છે. સમ્રગ ગુજરાતના મેરિટમાં મયુર પ્રજાપતિ ત્રીજા ક્રમે આવ્યા હતા.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમ્રગ ગુજરાતમાં ફરજ બજાવતા નાયબ મામલતદારો માટે મામલતદાર તરીકે ભરતી થઇ શકે તે માટે સેમી ડાયરેકટ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં કુલ ૫૬ નાયબ મામલતદારો લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ મૌખિક ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેનું પરિણામ જાહેર થતા ૪૩ નાયબ મામલતદારોને સીધા મામલતદાર બનાવવા હુકમો થયા હતા. જેમાં પુણા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મયુર પ્રજાપતિ સમ્રગ ગુજરાતમાં ત્રીજા ક્રમે મેરિટ લિસ્ટમાં આવ્યા હતા. જયારે ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ મૃણાલ ઇસરાની આઠમાં કર્મે અને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા ડૉકટર મયુર વરીયા ૨૬ માં ક્રમે આવીને મામલતદાર તરીકે પસંદ થયા હતા.