Get The App

મહિલા બસ કંટક્ટરનો ફાંસો ખાઈ આપઘાત, પિતાએ અધિકારી પર કર્યા ગંભીર આક્ષેપ

સેલવાસમાં ઈલેકટ્રિક્ટ બસ સેવામાં ફરજ બજાવતી યુવતિને 15 દિવસથી બરતરફ કરાઇ હતી

મૃતકના પિતાએ અધિકારી દ્વારા પુત્રીને ચોર કહી અપમાનિત કરતા પગલું ભર્યાનો આક્ષેપ કર્યો

Updated: May 7th, 2023

GS TEAM


Google News
Google News
મહિલા બસ કંટક્ટરનો ફાંસો ખાઈ આપઘાત, પિતાએ અધિકારી પર કર્યા ગંભીર આક્ષેપ 1 - image

વાપી, તા.7 મે-2023,  રવિવાર

સેલવાસના મોરખલ ગામે રહેતી અને સ્માર્ટ સીટી સંચાલિત ઈલેકટ્રિક્ટ બસની મહિલા કંડકટરે ફાંસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. મૃતક પર ટિકીટના પૈસાની ચોરીના આક્ષેપ સાથે બરતરફ કરાઇ હતી. પિતાએ પાલિકાના અધિકારીએ પુત્રીને ચોર કહી અપમાનિત કરી સોરી લેટર લીધા વિના કાઢી મુકતા અંતિમ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવને પગલે ઈલેકટ્રિક બસ સેવાના અન્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ સેલવાસના મોરખલ ખાતે રહેતી અને સેલવાસ સ્માર્ટ સિટી સંચાલિત ઈલેક્ટ્રિક્ટ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી સરસ્વતિ ભોયા (ઉ.વ.૨૩)એ પોતાના જ ઘરે ફાંસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાને પગલે પોલીસ દોડી જઇ લાશનો કબજો લઇ પોસ્ટમોટમ માટે મોકલી દીધી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.

મહિલા બસ કંટક્ટરનો ફાંસો ખાઈ આપઘાત, પિતાએ અધિકારી પર કર્યા ગંભીર આક્ષેપ 2 - image

મહિલા બસ કડંકટરના મોતને પગલે સહ કર્મચારીઓમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. એટલું જ નહી પણ કર્મચારીઓમાં ભારે આક્રોશ ઉઠ્યો છે. તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા મુસાફરો અટવાયા હતા. મળતી વિગત મુજબ મૃતક સરસ્વતિ ભોયા પર ટિકીટના પૈસાની ચોરી કર્યાના આક્ષેપ સાથે નોકરી પરથી બરતરફ કરી હતી. ભુલ નહી હોવા છતાં નોકરીમાંથી બરતરફ કરાતા સરસ્વતિ હતાશ થઇ ગઇ હતી.

મૃતક યુવતિ તેના પિતા સાથે ગઇકાલે શનિવારે અધિકારી પાસે માફીનામું લઈને ગઈ હતી, જો કે પિતાએ જણાવ્યું કે અધિકારીએ પુત્રીને ચોર કહી અપમાનિત કરી માફીનામું લેવા ઇન્કાર કરી કાઢી મુકતા આ પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Tags :