Gujarat

જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું

By GS TEAM
2 Sep 20251 min read
TukuTouch Logo
કંપનીના પ્રતિનિધીએ પોલીસને સાથે રાખીને દુકાનમાં ચેકિંગ કરાવતાં ડુપ્લીકેટ દવાની બે બોટલ મળી આવી : પોલીસે વેપારી સામે ગુનો દાખલ કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં પટેલ સમાજની બાજુમાં આવેલી કામધેનુ એગ્રો સેન્ટર નામની જંતુનાશક દવા તથા બિયારણની વેચાણની દુકાનમાં ગઈકાલે અમદાવાદની એક કંપનીના પ્રતિનિધિ નિતીનકુમાર ભીખાભાઈ પટેલે ધ્રોલ પોલીસને સાથે રાખીને ચેકિંગ કરાવ્યું હતું.

જે ચેકિંગ દરમિયાન બીએએસએફ પ્રીઓક્સર નામની બિયારણની દવાની બોટલ કે જેમાં ડુપ્લીકેટ પ્રવાહી ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કંપનીના પ્રતિનિએ આ દવા ડુપ્લીકેટ હોવાનું જણાવતાં પોલીસ દ્વારા દુકાનમાંથી રૂપિયા 7,600 ની કિંમતની બે બોટલ કબ્જે કરી લીધી છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી છે. ઉપરાંત કંપનીના પ્રતિનિધની ફરિયાદના આધારે ધ્રોળના વેપારી હસમુખભાઈ મગનલાલ પનારા સામે કોપીરાઈટ એક્ટ કલમ 63 તથા બી.એન.એસ. કલમ 347-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.