Gujarat

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર નિષ્કામ સેવા

By GS TEAM
4 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરથી જોગવડ ચાલીને જતાં પદયાત્રીઓને દર શનિવારે આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર સાથે મળીને છેલ્લા એક વર્ષથી નિરંતર હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સાથે જવાનો લોકોની મહામૂલી જીંદગીનું રક્ષણ કરવા રેડિયમ રિફલેક્ટર લગાવે છે, અને સરકારના રોડ સેફ્ટી અભિયાનમાં મહત્વપૂર્ણ સેવાઓ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર નિષ્કામ સેવા

Jamnagar : જામનગરથી જોગવડ ચાલીને જતાં પદયાત્રીઓને દર શનિવારે આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર સાથે મળીને છેલ્લા એક વર્ષથી નિરંતર હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સાથે જવાનો લોકોની મહામૂલી જીંદગીનું રક્ષણ કરવા રેડિયમ રિફલેક્ટર લગાવે છે, અને સરકારના રોડ સેફ્ટી અભિયાનમાં મહત્વપૂર્ણ સેવાઓ આપે છે. 

આ ઉપરાંત દરેક તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ચાલીને જતાં પદયાત્રીઓને પણ આ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જતાં મોટી સંખ્યામાં પદયાત્રીઓને પણ રેડિયમ રિફલેક્ટર લગાવવામાં આવ્યા હતા. 

આ સેવાઓ માટે રેડિયમ રિફલેક્ટર આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પૂરા પાડવામાં આવે છે. આ સેવાઓ માટે હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ સાથે આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડઝ શહેર યુનિટના ઓફિસરો સાથે સભ્યો સ્વેચ્છાએ જોડાય છે.