Get The App

રાપર વિધાર્થિની આપઘાત કેસ, શાળાના આચાર્યા સામે પોલીસે નોંધ્યો ગુનો

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
રાપર વિધાર્થિની આપઘાત કેસ, શાળાના આચાર્યા સામે પોલીસે નોંધ્યો ગુનો 1 - image

Bhimasar self-destruction case: રાપરના ભીમાસર ગામે ધોરણ 10ની વિદ્યાર્થિનીના આપઘાતમાં શિક્ષિકાના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ આધારે સરકારી હાઈસ્કૂલના આચાર્યા જિજ્ઞાસા ચૌધરી સામે ફરિયાદ નોંધાય છે. નોંધનીય છે કે, પોલીસે સગીરાના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

'બધુ હું સહન ન કરી હોવાથી આ પગલું ભર્યું'

મળતી માહિતી અનુસાર, ભીમસારની સગીરાએ ગત 17મી જાન્યુઆરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી દફનાવી દીધી હતી. ત્યારબાદ થોડા દિવસો બાદ તેનો સામાન ચેક કરતાં તેની બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે 'મારા મોતનું કારણ જીજ્ઞાબેન છે. તે હંમેશા પ્રેશર કરતા હતા અને મહેણાં મારતા હતા અને મારા ઉપર હાથ ઉપાડતા હતા. આ બધુ હું સહન ન કરી હોવાથી આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો કર્યો, સતત વધારા બાદ નજીવી રાહત

સ્યુસાઈડ નોટ બાદ પરિવારજનોએ ગામના લોકોને જાણ કરીને પોલીસમથકે રજુઆત કરી હતી. સુસાઇડના નોટાના આધારે પરિવારજનોની માંગને ધ્યાને લઇને મૃતદેહને બહાર કાઢી જામનગર ખાતે ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભીમાસર સરકારી હાઈસ્કૂલના આચાર્ય જિજ્ઞાસા ચૌધરી સામે આપઘાત માટે મજબુર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચાલુ છે.

રાપર વિધાર્થિની આપઘાત કેસ, શાળાના આચાર્યા સામે પોલીસે નોંધ્યો ગુનો 2 - image