વડોદરાની માધ્યમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
Vadodara : વડોદરામાં ફરી એકવાર વિદ્યાર્થીનીઓને આત્મ રક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસની શી ટીમના મેમ્બર શિલ્પાબેન દવે દ્વારા જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીનીઓએ છેડતી કરનારાઓ કે હુમલાખોરોનો કઈ રીતે મુકાબલો કરવો તે શીખવવામાં આવે છે.
રેસકોર્સ જીઇબી ખાતેની સ્કૂલમાં આવી જ રીતે 150 વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓને કહેવાયું હતું કે, તમારું રક્ષણ તમારે પોતાએ જ કરવું પડશે. કોઈની મદદ પર આશા રાખશો ત્યારે તમને મદદ ના મળી શકે તેમ પણ બની શકે. જેથી દરેક યુવતીએ આત્મ રક્ષણ માટે તાલીમ લેવી જોઈએ.