સેલ્ફ એસેસમેન્ટ મોડયુઅલ સોફટવેર તૈયાર , અમદાવાદના કરદાતા તેના પ્રોપર્ટી ટેકસની ગણતરી ઓનલાઈન કરી શકશે
નવી મિલકત બનાવી હોય, બાંધકામમાં ફેરફાર થયા હોય તેવા કરદાતાને લાભ
અમદાવાદ,બુધવાર,21 મે,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા સેલ્ફ
એસેસમેન્ટ મોડયુઅલ તૈયાર કરાયુ છે. જે કરદાતાએ મિલકત નવી બનાવી હોય, મિલકતના
બાંધકામમાં ફેરફાર થયા હોય એવા કરદાતા તેમના પ્રોપર્ટી ટેકસની ગણતરી અલગ અલગ
પેરામીટરની વિગત ભરી ઓનલાઈન ગણતરી કરી શકશે.આ સોફટવેર ટૂંક સમયમાં કાર્યરત કરાશે.
રેવન્યુ કમિટીની બેઠકમાં સેલ્ફ એસેસમેન્ટ મોડયુઅલને લઈ
વિસ્તૃત ચર્ચા થઈ હતી. ટેકસ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેકસ સહિતના અન્ય ટેકસ ઓનલાઈન
ભરવાની સુવિધા કરાઈ છે. હવે કરદાતા જાતે જ તેમનો પ્રોપર્ટી ટકસ કેટલો આવશે એ અંગે
ઓનલાઈન માહીતી મેળવી ટેકસ ભરપાઈ કરી શકશે. કમિટીના ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહયુ, ફેકટર આધારીત
ફોર્મ્યુલા મુજબ બાંધકામનુ ક્ષેત્રફળ,
વિસ્તાર,વપરાશના
હેતુ સહિતની અન્ય વિગત કરદાતાએ ઓનલાઈન ભરવી પડશે.અલગ અલગ પેરામીટર મુજબની માહીતી
કરદાતાએ ભર્યા પછી તે વિગત અપલોડ કરવી પડશે. વિગત અપલોડ કરવાથી કરદાતાને તેને
કેટલો પ્રોપર્ટી ટેકસ ભરવા પાત્ર થાય છે તે વિગત તે જાણી શકશે. સોફટવેર કાર્યરત
થયા પછી ટેકસના જે તે વોર્ડના ઈન્સપેકટર સહીતના અન્ય સ્ટાફ માટે ચોકકસ સમયમર્યાદા
નકકી કરવામાં આવશે.