Get The App

ફટાકડા ફૂટતા જોઈ પોલીસ ટેરેસ પર પહોંચી, દારૂની પાર્ટીના રંગમાં ભંગ પડ્યો, 8 ઝડપાયા

Updated: Jan 1st, 2022

GS TEAM

Google News
Google News
ફટાકડા ફૂટતા જોઈ પોલીસ ટેરેસ પર પહોંચી, દારૂની પાર્ટીના રંગમાં ભંગ પડ્યો, 8 ઝડપાયા 1 - image


વડોદરા, તા. 01 જાન્યુઆરી

વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં મધરાતે એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં ટેરેસ પર ફટાકડા ફૂટતા જોઇ પોલીસ પહોંચી જતા દારૂની મહેફિલ ના રંગ માં ભંગ પડ્યો હતો. આ સ્થળે બે યુવતીઓ મળી હતી પરંતુ દારૂ પીધો નહીં હોવાથી તેમને જવા દીધી હતી.

વડોદરા પોલીસ કમિશ્નરે અગાઉથી જ ચેતવણી આપી હતી કે ટેરેસ ઉપર લોકો પાર્ટી માટે ભેગા નહીં થઈ શકે અને પોલીસ ડ્રોન તેમજ પેટ્રોલિંગ દ્વારા નજર રાખશે. આમ છતાં કેટલાક લોકો એ ટેરેસ પર દારૂની મહેફિલ માણી હોવાના કિસ્સા બહાર આવ્યા છે.

ન્યુ અલકાપુરી વિસ્તારમાં ગઈ મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કલ્પ પવિત્ર રેસીડેન્સીના નવમા માળે ટેરેસ પર દારૂખાનું ફૂટતું હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસ લિફ્ટ મારફતે નવમા માળે પહોંચી ત્યારે ટેરેસ પર ખુરશી ટેબલ પડ્યા હતા અને આસપાસમાં મહિલાઓ તેમજ પુરૂષો હાજર હતા. પોલીસે ટેબલ પરથી દારૂની ચાર બોટલ,9 ગ્લાસ, ઠંડા પીણાની બોટલ, અમૂલ ક્રીમ જેવી ચીજ વસ્તુઓ કબજે કરી હતી.

ઉપરોક્ત સ્થળે દારૂની પાર્ટીમાં બે મહિલા પણ હાજર હોવાથી પોલીસે મહિલા પોલીસને પણ બોલાવી હતી. પરંતુ આ મહિલાઓએ દારૂનું સેવન કર્યું હોવાનું જણાઇ આવ્યું ન હતું. પોલીસે 8 મિત્રોનું ચેકિંગ કરતા તેઓ દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવ્યા હતા. પોલીસે તમામ લોકોની દારૂબંધી ના કેસ હેઠળ અટકાયત કરી હતી. પકડાયેલાઓમાથી આઠમાંથીસાત જણા હાલમાં કલ્પ પવિત્ર રેસીડેન્સી રહે છે.આ તમામના નામો આ મુજબ છે.

(1) અક્ષત મહેન્દ્રભાઈ શાહ (મૂળ રહે શિવમ રેસીડેન્સી,ગોકુલ પાર્ટી પ્લોટ પાસે, ઇસ્કોન મંદિર રોડ, ગોત્રી) (2) હિરેન ચંદુભાઈ કાબરીયા (3) અભિષેક અશોકભાઈ મિશ્રા (પ્રિન્સ વિલા,શૈશવ સ્કૂલ પાછળ, ગોત્રી રોડ) (4) પ્રેમ જીગ્નેશ મારી આસવાની (5) ગુંજન મહેન્દ્રભાઈ પટેલ (6) અરુણ કુમાર અમૃતલાલ કુન્દ્રા (7) અશોક શેખર મુખોપાધ્યાય આને (8) પ્રિયંક ભરતભાઈ ખત્રી.

પોલીસે 10 મોબાઈલ, દારૂની બોટલો, મહેફીલ ના સાધનો તેમજ અન્ય ચીજો મળી રૂ સાડા ચાર લાખની મતા કબજે કરી છે.


Tags :