છાણીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દશરથ ગામ રામા રેસીડેન્સીમાં રહેતા 60 વર્ષના વિનુભાઈ ખાનાભાઈ સોલંકી છેલ્લે એક વર્ષથી સમા વિસ્તારમાં નોકરી કરે છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 13મી તારીખે રાત્રે તેઓ ડ્યુટી પર હતા. બીજા દિવસે સવારે 6:00 વાગે મારુતિ હાઈટના ગેટ નંબર 2 પરથી ડીલીવરી બોય મારુતિ હાઇટ્સમાં આવ્યો હતો. જેથી મારુતિ હાઈટના ઓ ટાવરમાં રહેતા ભાર્ગવ ચીનુભાઈ જાદવ એ તેની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ડીલીવરી બોય સોસાયટીમાં અંદર ગયો હતો ભાર્ગવે મારી પાસે આવીને ગાળો બોલે કહેવા લાગ્યો હતો કે તમે શું ધ્યાન આપો છો, તેણે મારી સાથે ધક્કા મૂકી કરતા હું પડી ગયો હતો. મને મારા જમણા પગે ફેક્ચર થયું હતું તેમજ તેને દંડા વડે જમણા હાથ પર મને ઈજા પહોંચાડી હતી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.








