સુરતમાં સિક્યુરિટી ગાર્ડ ફોન પર વાત કરતો હતો અને અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત
સાથે કામ કરતાં લોકોએ તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો પણ ત્યાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું
સુરતઃ (Surat)ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કેસ વધુ પ્રમાણમાં સામે આવતાં જ રાજ્ય સરકારે નિષ્ણાંત ડોક્ટરોની એક કમિટી બનાવીને આવું કેમ થઈ રહ્યું છે તેનું કારણ જાણવા માટે સૂચના આપી છે. ત્યારે રાજ્યમાં રોજે રોજ આ પ્રકારના કેસ સામે આવી રહ્યાં છે.(heart attack) સુરત શહેરમાં એમ્બ્રોઇડરી કારખાનામાં ફરજ બજાવી રહેલો સિક્યોરિટી ગાર્ડ ફોન પર વાત કરતાં કરતાં જ અચાનક ઢળી પડ્યો હતો.(Death On Chair During Talk On Mobile) તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો પણ ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
ખુરશીમાં બેઠાં બેઠા જ તે અચાનક ઢળી પડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બિહારના રોહતાસ જિલ્લાના વતની પાંડેસરામાં ગણેશનગર ખાતે 35 વર્ષીય પવન ઠાકુર પરિવાર સાથે રહેતો હતો.ખટોદરા વિસ્તારમાં સંતારાવાડીમાં એમ્બ્રોઈડરી કારખાનામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ પવન રાબેતા મુજબ નોકરી પર આવ્યો અને ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન ગેટ પર ખુરશીમાં બેઠાં બેઠા જ તે અચાનક ઢળી પડ્યો હતો. તેની સાથે કામ કરતા લોકો દોડી આવ્યા હતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ-એટેક આવ્યો હોવાથી મોત થયું હોવાનું ખટોદરા પોલીસે જણાવ્યું હતું.