અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે જ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, ફરિયાદ નોંધાઈ, લોકોમાં આક્રોશ
Ahmedabad News : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સગીરાએ પરિવારને જાણ કરી હતી. જેને લઈને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં 17 વર્ષીય સગીર સાથે સિક્યુરિટી ગાર્ડે બિલ્ડિંગની છત પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.