Get The App

અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી 1 - image


Ahmedabad News : અમદાવાદમાં મારામારી, હત્યા સહિતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના બોપલમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એસપી રિંગરોડ પરની લેબર કોલોનીમાં નોકરીની અદાવતમાં આરોપીએ સિક્યુરિટી ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોપલમાં નોકરીની અદાવતમાં સિક્યુરિટીની હત્યા

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારોમાં નોકરીની અદાવતમાં એક સિક્યુરિટી ગાર્ડની હત્યા નીપજવામાં આવી છે.  આરોપીને સિક્યુરિટી ગાર્ડની નોકરી જોઈતી હતી, પરંતુ મૃતક વ્યક્તિને તે નોકરી મળતાં આરોપીએ વેરભાવ રાખીને છરીથી હત્યાને અંજામ આપ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો, કારમાં તોડફોડ

હત્યાના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના અન્ય સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે. જ્યારે નોકરીની અદાવત સિવાય અન્ય બાબતને પણ પોલીસ ધ્યાને લઈને તપાસ કરી રહી છે.

Tags :