Get The App

હરણીની કેપી ટ્રાન્સપોર્ટમાં ત્રણ દિવસમાં બીજી વખત દારૂનો જથ્થો પકડાયો, બે વોન્ટેડ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
હરણીની કેપી ટ્રાન્સપોર્ટમાં ત્રણ દિવસમાં બીજી વખત દારૂનો જથ્થો પકડાયો, બે વોન્ટેડ 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી કેટલીક ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં દારૂના જથ્થાની હેરાફેરી થતી હોવાની વિગતો બહાર આવી છે. ગોલ્ડન ચોકડી પાસે કેપી ટ્રાન્સપોર્ટમાં ત્રણ દિવસમાં બીજી વખત દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી છે. 

દારૂના ખેપીયાઓ દ્વારા દારૂની હેરાફેરી માટે હવે ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના બનાવો બહાર આવી રહ્યા છે. જેને કારણે પોલીસની કામગીરીમાં ઉમેરો થયો છે. અને હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર પણ નજર રાખવાની ફરજ પડી છે.

પંદર દિવસ પહેલા હરણીની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં દારૂની 1702 બોટલ મળ્યા બાદ બે ત્રણ દિવસ પહેલા સંગમ હોટલ પાછળ આવેલી કે.પી ટ્રાન્સપોર્ટમાંથી કેમિકલના માલના ઓછા હેઠળ ડોલમાંથી 1398 બોટલ મળી આવી હતી. જે બનાવમાં પોલીસ આરોપીઓને શોધી રહી છે ત્યારે આજ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ફરી એકવાર પૂંઠાના બોક્સમાંથી 1.63 લાખની 312 બોટલ મળી આવી છે. 

હરણી પોલીસે આ અંગે માલ મંગાવનાર ગોત્રીના ગાયત્રી ટ્રેડર્સના સંચાલક તેમજ માલ સપ્લાય કરનાર શાંતા એન્ટરપ્રાઇઝ એન્ડ ટ્રેડર્સ(માર્બલ માર્કેટ,અંબાલા,હરિયાણા) ને વોન્ટેડ જાહેર કર્યા છે.

     

Tags :