Get The App

પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ 1 - image

Vadodara Theft Case : વડોદરામાં મકાનની ચાવી સાચવતા પાડોશી દ્વારા જ ઘરમાં ઘૂસી આવીને ચોરી કરવામાં આવી હોવાનો બે દિવસમાં બીજો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. 

છાણી વિસ્તારમાં બપોરના સમયે દુકાનદાર જમવા આવ્યા ત્યારે ઘર ખુલ્લું હતું અને નજીકમાં રહેતા પરિચિત મકાનના પુજા રૂમમાંથી બહાર નીકળ્યા હતા. પાડોસીએ પીવા માટે પાણી માગ્યું હતું અને પછી ચાલ્યા ગયા હતા. તેમના ગયા બાદ વેપારીએ તિજોરીમાં જોયું તો દાગીના અને રોકડ મળી બે લાખની મતા ગુમ હતી. જેથી ફતેગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આવી જ રીતે ગોત્રીના ગુડાના મકાનમાં રહેતા અમિતભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઇ તા.29મી હું કલર કામ માટે ગયો હતો અને મારી પત્ની બાળકને નર્સરીમાં મુકવા ગઈ હતી. મારી પત્ની પરત ફરી ત્યારે દરવાજો ખુલ્લો હતો અને બેગનો સામાન વેર વિખેર હતો. જેથી અમે તપાસ કરતા સોનાના ઝુમ્મર અને મંગળસૂત્ર મળી બે તોલા સોનું અને રોકડા રૂ.2000 ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.

આ અંગે ઘરની ચાવી રાખતી અને અવરજવર કરતી મહિલા ઉપર શંકા જતા તેને પૂછપરછ કરી હતી. આ મહિલાએ દાગીના લઈ ગયા ની અને વેચી દીધા હોવાની કબુલાત કરી હતી. જેથી ગોત્રી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.