Gujarat
ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ
By GS TEAM
8 Aug 20251 min read
વડોદરા શહેરમાં વાહન ચોરો દ્વારા હવે ખાનગી બસ ચોરવાના કિસ્સા બનવા માંડ્યા છે. એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેરમાં વાહન ચોરો દ્વારા હવે ખાનગી બસ ચોરવાના કિસ્સા બનવા માંડ્યા છે. એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં વાહન ચોરો દ્વારા હવે ખાનગી બસ ચોરવાના કિસ્સા બનવા માંડ્યા છે. એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સાવલી લાલાપુરા ખાતે આવેલી ઓલકેમ કંપનીના અધિકારી હિતાર્થ પંડ્યાય પોલીસને કહ્યું છે કે,અમારા કર્મચારીને લઈ જવા માટે રાખેલી બસ ગઈતા 4થી એ અમિત નગર સર્કલ પાસે પાર્ક કરી હતી. જે બસ રાત્રીના સમયે ચોરાઈ ગઈ હતી. પોલીસે આ અંગ ગુનો નોંધી તપાસ કરી છે.
નોંધનીય છે કે તાજેતરમાં સન ફાર્મા રોડ ઉપર એક ખાનગી ટ્રાવેલ્સની 40 લીટર બસ પણ ચોરાઈ હતી. જે વસ્તુ ઉપયોગ કરજણની ખાનગી કંપનીના કર્મચારીઓ માટે કરવામાં આવતો હતો.