Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું, રહસ્ય ખુલશે

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું, રહસ્ય ખુલશે 1 - image

 

Ahmedabad Plane Crash News : અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ ઘટનામાં 278 લોકોના મોત થઈ ગયા છે. તેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા મેસ અને હોસ્ટેલમાં હાજર તથા ઘટનાસ્થળની આજુબાજુમાં હાજર અન્ય લોકો પણ સામેલ છે. ત્યારે વિમાનની ટેલના ભાગમાંથી એક બ્લેક બોક્સ અને ડીવીઆર મળી આવ્યા બાદ વધુ એક મોટી સફળતા મળી છે. 


કોકપિટમાં રહેલું બ્લેક બોક્સ મળ્યું 

માહિતી અનુસાર તપાસ અધિકારીઓને વિમાનના કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે જેને કોકપિટ વોઇસ રૅકોર્ડર પણ કહેવામાં આવે છે. આ શોધ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી એ જાણી શકાશે કે છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું અને કયા કારણોસર વિમાન તૂટી પડ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (FDR) પણ મળી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. મિશ્રાએ આ બ્લેક બોક્સ મળી આવ્યાની માહિતી કન્ફર્મ કરી હતી. તેમણે રવિવારે જ અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. તેઓ સિવિલ હૉસ્પિટલમાં પણ ગયા હતા જ્યાં વિમાન દુર્ઘટનાના ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 

Tags :