Get The App

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ 1 - image

Vadodara : વડોદરા નજીક નર્મદા કેનાલમાં ગઈકાલે પડતું મુકનાર એક યુવકને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. 

શિનોર નજીક આવેલી સેગવા ચોકડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરે સેગવા ગામના એક યુવકે પડતું મુકતા પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. 

ગઈકાલે શોર્ટ કોડ બાદ યુવકનો પતો નહીં મળતા આખરે આજે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આજે સવારથી યુવકની શોધખોળ ચાલી રહી છે. પોલીસ આ બનાવમાં વધુ તપાસ કરી રહી છે.