Gujarat

ગળતેશ્વર કેનાલમાં ટીંબાના મુવાડાના 2 સહિત 3 યુવાનો ડૂબતા શોધખોળ

By GS TEAM
23 Jun 20252 mins read
ગળતેશ્વર કેનાલમાં ટીંબાના મુવાડાના 2 સહિત 3 યુવાનો ડૂબતા શોધખોળ

- મતદાન વચ્ચે આખુ ગામ કેનાલ પાસે પહોંચ્યું

- 18 વર્ષના યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલાયો : ચૂંટણી સમયે ગામમાં શોકનો માહોલ

નડિયાદ, સેવાલિયા : ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા હોવાની બાબતે કેનાલ પાસે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. ત્રણેય યુવક ૧૮ થી ૨૦ વર્ષની વયનાં છે અને ૩ પૈકી બે યુવાન ટીંબાના મુવાડાનાં હોવાનું સામે આવી રહ્યું છે. હાલ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવકોની શોધખોળ કરાઈ રહી છે. આ ઘટના બનતાં ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ શોકમય બન્યો છે.

ખેડા જિલ્લાનાં ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવાન ડૂબ્યા હોવાની ઘટના આજે બની છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ૧૮થી ૨૦ વર્ષના બે યુવાન ડૂબ્યા છે. આ બે યુવાન ટીંબાનાં મુવાડા ગામનાં હોવાનું સામે આવ્યું છે. ટીંબાના મુવાડાનાં ગ્રામજનો મતદાનનું પર્વ ઊજવી રહ્યા હતા. તેની વચ્ચે દુઃખદ સમાચાર આવતા ગામ શોકમય બન્યું છે. આ બનાવમાં સત્તાવાર રીતે ગામન તલાટી દ્વારા મળેલી માહિતી મુજબ બંનેમાથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. ડૂબનારા યુવકોના નામ જોઈએ તો અક્ષય મણીલાલ પરમાર (ઉ.વ.૧૮) અને અમીત વિનુભાઈ પરમાર (ઉ.વ.૨૨) બંને રહે?. ટીંબાના મુવાડા હોવાનું જણાવ્યું છે. આ વાત વાયુવેગે ફેલાતા ટીંબાના મુવાડાના સરપંચ પદનાં બંને હરીફ ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પહોંચ્યા છે. જ્યારે, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા ત્રણેય યુવાનોની શોધખોળ કરાઈ રહી છે. જો કે, યુવાનો કોણ છે અને કેવી રીતે ડૂબ્યા? તે અંગેની વિગતવાર માહિતી તેમનાં મળ્યા પછી જાણી શકાશે. પરંતુ, હાલ ચૂંટણી પર્વનાં માહોલ વચ્ચે દુઃખદ સમાચાર સામે આવતા ગ્રામજનો ચિંતામાં ચૂકાયા છે.