Gujarat
ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો
By GS TEAM
17 Aug 20251 min read

પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની સૂચના અનુસાર ઝડતી સ્ક્વોર્ડ જેલર ગ્રુપ -2ની ટીમ દ્વારા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી જેલમાં ચકાસણી થઈ હતી. તે વખતે યાર્ડ - 12માં બેરેકની પાછળના ભાગે જમીનમાં ખાડો ખોદી પ્લાસ્ટિકમાં વિંટાળી છુપાવેલ બેટરી અને સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલફોનની એફએસએલ ચકાસણી જરૂરી જણાતા જેલરે આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ફોનનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.








