Get The App

ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ 1 - image


પૂરતા સંસાધનો ના અભાવે સાયફનમાં શોધખોળ જોખમી

પૂરતા સંસાધનોના અભાવે સાયફનમાં શોધખોળ જોખમી, એનડીઆરએફ ટીમ પ્રયત્નશીલ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ૨૭ નવેમ્બરના રોજ ૩૫ વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ ૯ વર્ષી પુત્ર દેવરાજ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેમના મૃતદેહ મળ્યા નથી. ફાયર ફાઈટર, સ્થાનિક તરવૈયા અને શઘઇખની ટીમ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.

ઘટના બાદ તરત જ ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૃ કરી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બે દિવસ સુધી પાણીની આવક પણ બંધ કરવામાં આવી હતી. તેમ છતાં મૃતદેહ ન મળતાં, ત્રણ દિવસ બાદ ૩૦મી નવેમ્બરે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. એનડીઆરએફ ટીમના પાંચ દિવસના પ્રયાસ બાદ પણ મૃતદેહ મળી નહીં આવતા પરિવારજનો અને ગ્રામજનોની આશા પૂર્ણ થઈ રહી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં ૮ ફૂટ લંબાઈ ધરાવતું નાળુ (સાયફન) છે. જેમાં બંને પિતા અને પુત્રનો મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે. પરંતુ એનડીઆરએફ ટીમ પાસે પૂરતા સંસાધનો નહીં હોવાથી નાળામાં જવું ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે, જિલ્લા કલેક્ટરના આદેશને લઈ એનડીઆરએફની ટીમે હજુ પણ મૃતદેહને શોધવાનો પ્રયત્ન યથાવત રાખ્યો છે. જોકે, પરિવારજનો અને ગ્રામજનોમાં હવે આશા ઓછી થઈ રહી છે. એક અઠવાડિયાથી મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Tags :