Get The App

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે 1 - image

વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણી માટેની આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં સોમવારે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનાર ચૂંટણી માટે ૧૩ બેઠકો માટે કુલ ૪૮ ઉમેદવારોએ ૫૫ ફોર્મ ભર્યા હતા.જેની આજે જૂની કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીએ ચકાસણી કરી હતી.

ઉમેદવારોએ રજૂ કરેલી માહિતીનું અસલ રેકર્ડ સાથે સરખામણી કરવામાં આવી હતી અને કેટલાક વાંધાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા હતા.સોમવારે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે.જેમાં બે ફોર્મ ભરનાર ઉમેદવારોના એક-એક ફોર્મ રદ થશે.ત્યારબાદ તા.૭મી સુધી ફોર્મ પરત ખેંચાનાર હોવાથી ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.આ દરમિયાન ભાજપના મેન્ડેટની પણ રાહ જોવાઇ રહી છે.