Gujarat

ચોરીના વાહનોનો સોદો કરતા સ્ક્રેપના વેપારીની ધરપકડ

By GS TEAM
16 Jun 20251 min read
ચોરીના વાહનોનો સોદો કરતા સ્ક્રેપના વેપારીની ધરપકડ

 વડોદરા,ચોરીના વાહનોના સોદો કરાવતા સ્ક્રેપના વેપારીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપીની વડોદરાના અલગ - અલગ ૮ ગુનામાં સંડોવણી બહાર આવી છે.

પોલીસને માહિતી મળી હતી કે, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ગોધરાથી વડોદરા આવ્યો છે અને હાલમાં દુમાડ ચોકડી પાસે ઉભો છે. પી.સી.બી. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને અહેમદઅલી નિસારઅહમદ ગાજી (રહે. મહંમદી સોસાયટી, વેજલપુર રોડ,  ગોધરા) ને ઝડપી પાડયો હતો.અહેમદ અલી સ્ક્રેપનો વેપારી છે. તે ચોરીના વાહનોનો સોદો કરાવતો હતો. વડોદરા શહેરના અટલાદરા, ફતેગંજ, લક્ષ્મીપુરા, સમા જિલ્લાના મંજુસર અને તાલુકા પોલીસ સ્ટેશનના કુલ ૮ ગુનામાં તેની સંડોવણી છે.  પોલીસે તેની પાસેથી ચોરીના વાહનો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.