Get The App

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે  કરાઈ 1 - image

ટ્રાવેલ્સનો ધંધાર્થી ત્રણ દિવસના રિમાન્ડ પર

મુરગા અને પરીયા ગેંગના વોન્ટેડ સાગરિતોને ઝડપી લેવા પોલીસની દોડધામ

રાજકોટ: મંગળા રોડ પર બે ગેંગે કરેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો એસઓજીએ કબજે કરી છે. 

એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે મુરગા ગેંગના હાલ વોન્ટેડ આરોપી સોહિલે સ્કોર્પિયોનો ઉપયોગ કર્યાની માહિતી મળી હતી. તપાસ કરતા આ સ્કોર્પિયો તેની પરિચિત રાધિકાની હોવાનું જાણવા મળ્યું હતું. 

ફાયરિંગ કરનાર પરીયા ગેંગના જીજ્ઞોશ ઉર્ફે ભયલુંને પિસ્તોલ સપ્લાય કરવા અંગે ટ્રાવેલ્સના ધંધાર્થી સંજયસિંહ ઝાલાનો ગઈકાલે એસઓજીએ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. ત્યાર પછી આજે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ઉલ્લેખનિય છે કે સંજયરાજસિંહને એસઓજીએ એક પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ ગુનામાં તપાસના અંતે તેને જેલ હવાલે કરાયો હતો. આ પછી એસઓજીએ તેનો ફાયરિંગના કેસમાં હથિયાર સપ્લાય કરવાની ભૂમિકાને ધ્યાને લઈ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. 

આ કેસમાં એસઓજીએ બંને ગેંગના વોન્ટેડ સાગરીતોને ઝડપી લેવા માટે કવાયત જારી રાખી છે.