Get The App

કલોલ તાલુકાના સાંતેજમાં સ્કોર્પિયો ચાલકે બે વર્ષની બાળકીને કચડી, ગ્રામજનોએ કારને આગ ચાંપી

Updated: Mar 27th, 2025

GS TEAM

Google News
Google News
કલોલ તાલુકાના સાંતેજમાં સ્કોર્પિયો ચાલકે બે વર્ષની બાળકીને કચડી, ગ્રામજનોએ કારને આગ ચાંપી 1 - image


Car Accident in Gandhinagar: કલોલ તાલુકાના સાંતેજ ગામે બે વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હતી. કારની ટક્કરથી બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને સારવાર માટે લઈ જતા તેનું મોત થઈ ગયું હતું. ત્યારે બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને તેઓએ સ્કોર્પિયોની તોડફોડ કરી તેમાં આગ ચાપી દીધી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ તાલુકાના સાંતેજ ગામે અકસ્માતમાં બે વર્ષની ભાવકીનું મોત થઈ જતા લોકોમાં આક્રોશ કરી વળ્યો હતો. સાંતેજમાં આવેલા અંબાજીનું પરુમાં રહેતા ગોમતીબેન અલ્પેશજી ઠાકોરની દીકરીને રકનપુરમાં પરણાવેલી છે. ગોમતીબેન તેમની દીકરી દેવાંશી ઉંમર વર્ષ 2 સાથે પિયર આવ્યા હતા. દેવાંશી ઘર આંગણે રાત્રિના સમયે રમી રહી હતી, ત્યારે પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો નંબર જીજે 18 બીઆર 5016ના સ્કોર્પિયો ચાલકે ગફલતભરી રીતે હંકારીને ઘર આંગણે રમી રહેલી દેવાંશીને ટક્કર મારી હતી. 

સ્કોર્પિયો કાર ગામમાં રહેતો સિદ્ધાર્થ ચેરાજી ઠાકોર ચલાવતો હતો અને તેની બાજુમાં તેના પિતા ચેરાજી ઠાકોર બેઠા હતા. સ્કોર્પિયોની ટક્કરથી દેવાંશીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તુરંત સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું, બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો. 

અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક પાસે આવેલા પાનના ગલ્લે કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ સ્કોર્પિયોમાં તોડફોડ કરી હતી અને તેમાં આગ ચાંપી દીધી હતી. અકસ્માત અંગે પોલીસે ગોમતીબેનની ફરિયાદના આધારે સ્કોર્પિયોના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

Tags :