Get The App

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ

લિફ્ટ અને વાનમાં વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ 1 - image


ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અવારનવાર અશ્લીલ હરકત કરનાર સ્કૂલ વાનચાલકને કોર્ટએ પોક્સોના ગુનામાં દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ તથા પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી છે.

મળતીમાહિતી મુજબ, વર્ષ 2024 દરમિયાન 14 વર્ષની વિદ્યાર્થીનીને 54 વર્ષીય વાનચાલક ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ (રહે- હરીપુરા, સયાજીગંજ) રોજ સ્કૂલ લેવા-મુકવા જતો હતો. અન્ય વિદ્યાર્થીઓને ઉતારી દીધા બાદ તે વિદ્યાર્થીનીને છેલ્લે ઘરે મૂક્તો અને આ દરમિયાન તેને પોતાની બાજુમાં બેસાડીને અડપલા કરતો હતો. એક વખત હોસ્પિટલમાં લઈ જઈ લિફ્ટમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વાસણા ગામ પાસે વાન ઉભી રાખીને શારીરિક અડપલા કરતા વિદ્યાર્થીનીએ પ્રતિકાર કર્યો અને પરિવાર તથા શિક્ષકને જાણ કરી હતી. ગોત્રી પોલીસ સ્ટેશને છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. કેસની સુનાવણી સ્પેશ્યલ પોક્સો જજ તથા 5મા એડિશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં હાથ ધરાઈ હતી. કોર્ટએ નોંધ્યું હતું કે, પુરાવાનું મૂલ્યાંકન કરતા તેનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડ્યો છે. કોર્ટ રૂબરૂના પુરાવામાં, સીઆરપીસી કલમ 164 મુજબના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી. જેથી ભોગ બનનારની જુબાની ઉપર કોર્ટ રીલાઈ કરી શકે છે. પુરાવાના આધારે આરોપી દોષી સાબિત થતા તેને 5 વર્ષની કેદ તથા રૂ. 5 હજાર દંડની સજા ફટકારવામાં આવી છે.
Tags :