Gujarat

છાણીની સોસાયટીમાં વિદ્યાર્થીને લઇ જતી સ્કૂલવાન કાર સાથે ભટકાઇ

By GS TEAM
2 Aug 20251 min read
છાણીની સોસાયટીમાં વિદ્યાર્થીને લઇ જતી સ્કૂલવાન કાર સાથે ભટકાઇ

વડોદરાઃ છાણીની સોસાયટીમાં વિદ્યાર્થીને લઇ જતી સ્કૂલવાનનો પાર્ક કરેલી એક કાર સાથે ટક્કરનો વીડિયો વાયરલ થયો છે.

સ્કૂલના માસૂમ બાળકો કેવી જોખમી મુસાફરી કરતા હોય છે તેની પ્રતીતિ કરાવતો વાયરલ વીડિયો છાણીની મારૃતિ નંદન સોસાયટીનો હોવાનું કહેવાય છે.જેમાં એક વિદ્યાર્થીને લઇ જતી સ્કૂલ વાનનો ચાલક સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવતો હોવાથી સોસાયટીમાં પાર્ક કાર સાથે વાન ભટકાય છે અને વાનચાલક વાન સાથે ફરાર થઇ જાય છે.

જો કે આ બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ થઇ નથી.