Gujarat

વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ

By GS TEAM
28 Nov 20251 min read
વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ

વડોદરાઃ શિયાળાની શરુઆત થતાની સાથે જ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓ પર સ્કૂલે નક્કી કરેલા ચોક્કસ પ્રકારના ગરમ કપડા પહેરવા માટે દબાણ નહીં કરવાની તાકીદ કરી છે.

ડીઈઓ કચેરી દ્વારા પાઠવવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તે સ્કૂલે માન્ય રાખવા પડશે અને કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડા પહેરવા માટે ફરજ પાડી શકશે નહીં.જો કોઈ સ્કૂલ વિરુધ્ધ આ બાબતે ફરિયાદ આવશે અને ફરિયાદ સાચી પૂરવાર થશે તો તે શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ પરિપત્ર ૨૦૨૩થી જ કરેલો છે પણ શિયાળાની શરુઆત સાથે સ્કૂલોને યાદ અપાવવા માટે ફરી પરિપત્ર જાહેર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, કેટલીક સ્કૂલો શિયાળાના સ્વેટરનો પણ યુનિફોર્મમાં સમાવેશ કરે છે અને બાળકો ચોક્કસ દુકાનોએથી એ જ પ્રકારના સ્વેટર કે ગરમ કપડા પહેરીને સ્કૂલે આવે તે પ્રકારનો આગ્રહ રાખે છે.