Gujarat
જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વહેલી સવારે સ્કૂલબસ સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ : સદભાગ્યે જાનહાની ટળી
By GS TEAM
19 Aug 20251 min read
જામનગરમાં સુમેર કલબ રોડ પર આજે સવારે નંદનીકેતન વિદ્યાલયની એક સ્કૂલ બસ કે જેની આડે કૂતરું ઉતરતાં બસ ચાલકે તેને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરમાં સુમેર કલબ રોડ પર આજે સવારે નંદનીકેતન વિદ્યાલયની એક સ્કૂલ બસ કે જેની આડે કૂતરું ઉતરતાં બસ ચાલકે તેને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન સ્કૂલબસ મુખ્ય રોડ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે બસના કોઈ વિદ્યાર્થીઓ બેઠેલા ના હોવાથી દુર્ઘટના ટળી હતી. પરંતુ બસ તેમજ સીસીટીવી કેમેરાના પોલ અને કેમેરા વગેરેને નુકસાની થઈ છે.
આ અકસ્માતના બનાવ બાદ લોકોનો ટોળું એકત્ર થઈ ગયું હતું. સીટી એ.ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે.